તિરુપતિ (પ્રા.) ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું સંચાલન તિરુપટી ફાઉન્ડેશન ટ્રસ્ટ, વડોદરા દ્વારા એચ.એસ. પટેલ હાઈસ્કૂલ, વિશ્વામિત્રી રોડ, મુજમહુડા, ખાતે સ્થાપના 2014 માં થઈ છે. અમારી સંસ્થા ગુજરાત રાજ્યમાં પ્રથમ QCI માન્ય સંસ્થા છે. આ વર્ષ દરમિયાન ITI પાસે GCVT અને NCVT (સંદર્ભ નંબર :- DGT-6/6/2014-TC) દ્વારા અનુક્રમે ELECTRICIAN અને FITTER જેવા 2 ટ્રેડ છે.
NCVT અનુસાર અમેને ૧૨૦ સીટ ELECTRICIAN અને ૧૨૦ સીટ FITTER વિદ્યાર્થીઓના એડમિશનની પરવાનગી મળેલ છે. હાલમાં તિરુપતિ ITI માં કુલ ૧૩૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે આગામી સત્ર માટે અમે કેટલાક નવા ટ્રેડ શરૂ કરવા માટે તૈયારી કરી છે અને આતુર છીએ.
અમારી ITI પાસે વિદ્યાર્થીઓના રોજગાર માટે પ્લેસમેન્ટ સેલ પણ છે કારણ કે તેઓ નોકરી માટે સરળતાથી સુલભ થઈ શકે છે. અમે VCCI દ્વારા એમઓયુની અરજી કરી છે જે પાસઆઉટ વિદ્યાર્થીઓને નોકરી મેળવવા અને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પણ મદદરૂપ છે. અમારી ITI માં અત્યારે 1000 ચોરસ મીટરમાં 4 વર્કશોપ, 6 ક્લાસરૂમ, પ્લે ગ્રાઉન્ડ, લાયબ્રેરી અને કોમ્પ્યુટર લેબ છે.
અમારી ITI ના પાસ થઈ ચૂકેલ તાલીમાર્થીઓ માટે ITIમાં કેમ્પસનું આયોજન કરવામાં આવે છે. જેના દ્વરા હાલમાં તાલીમાર્થીઓ MGVCL, RAILWAY, ABB, ALEMBIC, L&T, INOX, PACKONA, HITACHI, ERDA, વગેરે જેવી મલ્ટી નેશનલ અને સરકારી ઇન્ડસ્ટ્રીઝમાં એપ્રનટીશીપ અને રોજગાર મેળવી રહ્યા છે. અને સાથે સાથે ઘણા વિધાર્થીઓ આગળની ભણતર માટે ડીપ્લોમાં કરી રહેલ છે.